Billboard ad 1150*250

મોરબી : ઝાડ સાથે બાંધી માર મારી યુવાનની હત્યા નીપજાવનાર ચાર આરોપી ઝડપાયા, Video

0 279
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના રફાળેશ્વરમાં અજાણ્યા યુવાનના હત્યા પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ 

ચોર સમજી ઝાડ સાથે બાંધી માર મારતા થયું હતું યુવાનનું મોત 

        મોરબીના રફાળેશ્વર ગામ નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં સાત શખ્શોએ ઝાડ સાથે બાંધી માર મારતા યુવાનનું મોત થયાનો ખુલાસો થયો હતો અને સાત આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી પોલીસે ચાર આરોપીની અટકાયત કરી છે 

Post ad 3

        મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી નજીકથી ૨૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને તપાસ આદરી હતી જેમાં મૃતક અજાણ્યા યુવાનના શરીર પર ઈજાના નિશાનો મળી આવતા યુવાનને માર મારતા તેનું મોત થયાનો ખુલાસો થયા બાદ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર એ જાડેજાએ ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી

જેમાં આરોપી અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદ રહે ચારેય ધવલ ઓફસેટ ઓરડીમાં જોધપર (નદી) તા. મોરબી તેમજ વિનોદ મગનભાઈ સવસાણી, કેવલ વિનોદભાઈ સવસાણી અને વિનોદભાઈ હરજીવનભાઈ સવસાણી રહે મોરબી વાળા એમ કુલ સાત સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી

અને તાલુકા પોલીસ ટીમે હત્યામાં સંડોવાયેલ આરોપી અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદ રહે ચારેય ધવલ ઓફસેટ ઓરડીમાં જોધપર (નદી) એમ ચારને ઝડપી લીધા છે અને વધુ પૂછપરછ ચલાવી છે     

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat