Billboard ad 1150*250

મોરબી : જીએસટી ભરવામાં મોડું થતું હોય તો આ સમાચાર છે તમારા કામના…

0 81
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        જીએસટી ભરનારને સરકાર દ્વારા મોટી રાહત આપવામા આવી છે જો તમે જીએસટી રીટર્ન મોડા ભરો છો એટલે કે જે ટાઈમ લીમીટ રીટર્ન ભરવાની હોય તે પણ ચુકી જઈ પાછળથી રીટર્ન ભરો છો સરકાર આવા જીએસટી ટેક્સપેયર્સને રાહત આપવા જઈ રહી છે  

        આ માટે જીએસટીનો સેક્શન ૫૦ ના આધારે જે રજીસ્ટર પર્સન છે જે જીએસટી રીટર્નની સમયમર્યાદામાં રીટર્ન ટેક્સ ભરવામાં અસમર્થ થાય છે ત્યારે તેની પાસેથી ટેક્સની રકમ અને વ્યાજ ૧૮ ટકા લેવામાં આવે છે અને તે પણ ગ્રોસ રકમ પર (નહિ કે આઈટીસી બાદ) ની રકમ પર (તેલંગાના હાઈકોર્ટના ચુકાદાને આધારે) પરંતુ હવે અહિયાં સરકાર દ્વાર સેક્શન ૫૧ પછી એક નવો પ્રોવિઝો દાખલ કરાયો છે

“ Provided that the interest on tax payable in respect of supplies made during a tax period and declared in the return for the said period furnished after the due in accordance with the provisions of section 39”

            (અહિયાં સેક્શન ૭૩ અને ૭૪ ને ધ્યાનમાં લેવાનું નથી) આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તમારે જુન ૨૦૧૯ નો ટેક્સ તારીખ ૨૦-૦૭-૧૯ સુધીમાં ભરવાનો છે

Post ad 2

જીએસટી વેચાણ : રૂ ૫,૦૦,૦૦૦

બાદ આઈટીસી : રૂ ૩,૦૦,૦૦૦

ભરવાપાત્ર ટેક્સ : રૂ ૨,૦૦,૦૦૦

        હવે તમે ભરવાપાત્ર ટેક્સ બે લાખ રૂપિયા રીટર્નની તારીખ ૨૦-૦૭ સુધીમાં ભરતા નથી પણ તારીખ ૨૦-૦૮ ના રોજ ભરો છો ત્યારે તમારે ભરવા પાત્ર ટેક્સની રકમ રૂ ૨ લાખ પર ૧૮ ટકા વ્યાજની ગણતરી થશે જે ઉપરોક્ત નવો પ્રોવીઝો દાખલ કરાયા પછી.

જીએસટી વિશેની તમામ સરળ સમજુતી અને માહિતી માટે સંપર્ક કરો (PAID SERVICES)

વિશાલ એમ. જોષી, સેન્ટ્રલ એક્સાઈઝ ક્ષેત્રે ૧૭ વર્ષના અનુભવી

જીએસટી દ્વારા માન્યતા પ્રાપ્ત કન્સલટન્ટ મો :- ૯૮૨૫૯ ૬૨૨૬૯  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat