Billboard ad 1150*250

મોરબી : જીલ્લા પંચાયતમાં શિક્ષણ અને બાંધકામ સમિતિના ચેરમેનની વરણીમાં ખેંચતાણ

0 141
Post ad 1

સિંચાઈ સમિતિના ચેરમેનની વરણી બાકી

        મોરબી જીલ્લા પંચાયતમાં પક્ષની આંતરિક ખેંચતાણ અને તકરાર બાદ આખરે બધું સમુસુતરું પાર પડી ગયું હોય તેમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવ્યા બાદ આજે ચેરમેનની વરણી કરીને હોદાની લ્હાણી કરવામાં આવી છે જોકે સિંચાઈ સમિતિના ચેરમેનની વરણી મોકૂફ રાખવામાં આવી છે

Post ad 2

        મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા અને ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને મળેલી જીલ્લા પંચાયતની બેઠકમાં વિવિધ કમિટીઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે હેમાંગકુમાર રાવલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કુલસુમબેન બાદી તેમજ જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મૌખિકમાં આવેલ દીનાબેન કામરીયાના નામને બદલે અમુભાઈ હુંબલની વરણી કરવામાં આવી હતી જેથી અસંતોષ ફેલાયો હતો

જયારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ પીન્કુબેન તથા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે રેખાબેન પટેલની વરણી કરવામાં આવી છે તો શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી ના હતી અને પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા સદસ્યો હોવાથી શિક્ષણ સમિતિના ચેરમેન બની ગયા છે જોકે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેનની વરણી હાલ પક્ષના આદેશ મુજબ મોકૂફ રાખવામાં આવી છે હતી બેઠક અડધો કલાક મોડી શરુ થઇ હતી જોકે અગાઉ ચાલતા આંતરિક ખટરાગ અને ખેંચતાણ આજે પણ જોવા મળી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat