Billboard ad 1150*250

મોરબી : એ ૧ ગ્રેડ સાથે ઝળહળતી સફળતા મેળવનાર કમલ તુલસીયાણીનું ઈન્ટરવ્યું, Video

0 61
Above Post Content

કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કરી પોતાનો બિઝનેશ કરવો છે : કમલ

        તાજેતરમાં ધોરણ ૧૨ સાયન્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ત્રણ વિદ્યાર્થીઓએ એ ૧ ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે જે ત્રણ ટોપર પૈકીના કમલ રમેશભાઈ તુલસીયાણી સાથે મોરબીન્યુઝે ખાસ વાતચીત કરી હતી તો આવો જોઈએ શું કહે છે ટોપર કેવી રીતે કરી હતી તૈયારી અને ટોપ કરવા માટે વિદ્યાર્થીઓએ કઈ બાબતની કાળજી લેવી જોઈએ…..

        ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૮૨ પીઆર સાથે એ ૧ ગ્રેડ મેળવનાર તુલસીયાણી કમલ વેપારી પુત્ર છે પિતા ટાઈલ્સના વેપાર સાથે જોડાયેલ છે જયારે માતાએ બી ફાર્મ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે સાથે જ બહેન પણ એમબીબીએસમાં અભ્યાસ કરતા હોય જેથી પરિવારમાં શિક્ષણનું વાતાવરણ મળ્યું હતું અને બહેન તેમજ માતાનો અભ્યાસમાં પુરતો સપોર્ટ મળ્યો હોય જેથી તેને આ મુકામ હાંસલ કર્યો છે

Middle Post Content

        પરિવાર ઉપરાંત સફળતાનો શ્રેય કમલ પોતાની શાળાને આપે છે નાલંદા વિધાલયમાં અભ્યાસની ઉત્તમ પદ્ધતિ અને શાળાના શિક્ષકોની મહેનતને પગલે તે ટોપ કરી શક્યો હોવાનું જણાવે છે બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ મુકામ હાંસલ કરવા માટે તેને ખુબ તૈયારી કરી હતી અભ્યાસમાં ટેક્સબૂકમાંથી વાંચન અને શાળામાં ચાલતા તમામ ટોપિકનું તે જ દિવસે રીવીઝન કરવાથી સફળતા મળી સકે છે તેમ કમલે જણાવ્યું હતું

        તો મોરબી જીલ્લાનો ટોપર કમલ તુલસીયાણી કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરીને પોતાનો બિઝનેશ શરુ કરવાનું સ્વપ્ન સેવી રહ્યો છે

જુઓ કમલ તુલસીયાણીનું ઈન્ટરવ્યું….

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat