Billboard ad 1150*250

મોરબી : જલારામ મંદિર દ્વારા ૧૫ બિનવારસી સહીત ૩૬ અસ્થિઓનું સામુહિક વિસર્જન કરાશે

0 20
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જલારામ મંદિર દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થી વિસર્જન 

Post ad 2

શ્રી જલારામ પ્રાર્થના મંદીર તથા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદના આગેવાનો દ્વારા સોમવારે સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ ગ્રહણ પહેલા દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૧૬-૭ ના રોજ ચંદ્ર ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૫-૭ સોમવાર ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા. ૧૪-૭-૨૦૧૯ રવિવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા હતા. જેમા ૧૫ બિનવારસી સહીત કુલ ૩૬ દીવંગતોના અસ્થિ એકત્રિત થયા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા હતા અને સોમવારે સોમનાથ ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થી વિસર્જન કરવામાં આવશે

 આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, જયેશભાઈ કંસારા, દીનેશ સોલંકી, નિર્મિત કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ, ચિરાગ વોરા, શાસ્ત્રી હરકાંતભાઈ વ્યાસ, સંજય બોરીચા, અશોકભાઈ માસ્તર, જીતુભાઈ શાસ્ત્રી સહીતના જોડાયા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat