મોરબી એલસીબીનો સપાટો : દુધના વાહનમાં દારૂની હેરાફેરી કરતો જથ્થો ઝડપ્યો

મોરબી એલ.સી.બી એ દુધના વાહનામ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે મોરબી મળિયા હાઈવે પરથી દુધના વાહનમાંથી ૧૯૨૦ બોટલ દારનો જથ્થો જપ્ત કર્યો કુલ રૂપિયા ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માગદર્શન હેઠળ એલ.બી.બી. પી.આઈ વી.બી.જાડેજાની સુચનાથી જિલામાં જુગાર અને દારૂની બદ્દી નાબુદ કરવા માટે કામગીરી કરવમાં આવતી હોય ત્યારે રાત્રીના સમયે એલ.સી.બી. ના ભરતભાઈ જીલરીયા અને આશીફ્ભાઈ ને ખાનગી રાહે એવી બાતમી મળી કે mh 04 fp 1186 નબર ના ટ્રક જે માળિયા તરફથી મોરબી આવે છે

જેમાં દારૂનો જથ્થો છે ત્યારે એલ.સી.બી. ટીમના ચંદુભાઈ , ઈશ્વરભાઈ, ચન્દ્રકાન્તભાઈ , દિલીપભાઈ, દશરથસિંહ, ભગીરથસિંહ , સહદેવસિંહ , જયેશભાઈ, બ્રિજેશભાઈ, ફતેસિંહ અને રણવીરસિંહ સહિતનો સ્ટાફ વોચમાં હતો ત્યારે ભરતનગર પાસે આ નબરનો ટ્રક પડ્યો હતો જેમાં સરસ દુધનો વાહના પ્લાસ્ટિક કેરટ આડમાં ચોરું ખાનું બનાવી તેમાં ૧૯૨૦ દારૂની બોટલ કીમતી રૂપિયા 5.76.000 લાખ અને ટ્રક ની કીમિત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ લાખ અને કેરટ શીતી રૂપિયા ૧૫.૯૯.૪૦૦ નો મુદમાલ જપ્ત કર્યો છે દારુ કાયથી આવ્યો ક્યાં જતો હતો અને ટ્રક ચાલક ક્યાં નાસી ગયો તેની વધુ તપાસ પોલિક ચલાવી રહી છે 


Comments
Loading...
WhatsApp chat