Billboard ad 1150*250

મોરબી લોહાણા મહાજન દ્વારા સમાજ શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો

0 51
Above Post Content

  શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા લોહાણા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો હતો 

        જે સન્માન સમારોહમાં નિર્મળાબેન કોટક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી લોહાણા મહાજન ને અવિરત મળતા સહયોગ બદલ સંસ્થાના ટ્રસ્ટીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત  જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર જય જીતેન્દ્રભાઈ રાચ્છ, નોટરી તરીકે નિમણુંક પામનાર  કાજલ ચંડીભમ્મર અને ખુશ્બુ બુધ્ધદેવનુ સન્માન કરવામાં આવ્યું હતું

Middle Post Content

તેમજ શ્રી રઘુવીર પ્રાર્થના હોલ, શ્રી જલીયાણેશ્વર મહાદેવ, સાંઈ બાબા મંદીરનુ નિર્માણ કરનાર શ્રી જલારામ પ્રાર્થના મંદીર- શ્રી રઘુવીર સેનાના કાર્યકરોનુ સન્માન તેમજ મોરબી નગરપાલીકાના ભુગર્ભ વિભાગના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, નગરપાલીકાના કાઉન્સીલરો સુરભીબેન ભોજાણી, દીપકભાઈ પોપટ સહીતના મહાનુભવોનુ સન્માન કરવામાં આવ્યું હતું 

સમારોહને સફળ બનાવવા શ્રી લોહાણા મહાજન- મોરબીના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીન ભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ખજાનચી હરીશ ભાઈ રાજા, ઓડીટર ચંદ્રવદન ભાઈ પુજારા, કન્વીનર નિર્મિત કક્કડ, જે.આઈ. પુજારા, અશોક ભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat