Billboard ad 1150*250

મોરબી : બ્રાહ્મણી-૨ થી સાદુળકા પાણી પાઈપલાઈન યોજના અંગે બેઠક યોજાઈ

0 95
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ખેડૂતોની માંગણી પ્રમાણે સમાધાનકારી વલણ : કુંવરજીભાઈ 

Post ad 3

બ્રાહ્મણી-૨ થી સાદુળકા સુધી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને પાણી પૂરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા તેમજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા 

બેઠકમાં પાણી પૂરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ બ્રાહ્મણી-૨ થી સાદુળકા પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાની યોજના મુદ્દે હકારાત્મક અને સમાધાનકારી વલણ અપનાવી સૌને ન્યાય મળે તે પદ્ધતિની કામગીરી આગળ વધારવા અધિકારીઓને સુચનાઓ આપી હતી. સંબંધિત ગામોને ખેડૂતોને સાપ મરે નહીં અને લાકડી તૂટે નહીં તેવું સમાધાનકારી વલણ રાખીને આગળની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પણ કેનાલમાં નિર્ધારિત પાણીનું સ્તર જાળવી રાખવા નેમ વ્યક્ત કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં રાખી, સમાધાનકારી વલણ અપનાવી ખેડૂતોને નુકસાન કે અન્યાય ન થાય તે રીતે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat