Billboard ad 1150*250

કોરોના સામે લડવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવી

0 173
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જીલ્લા કલેકટર સાથે ચર્ચા કરીને કોરોના કહેર સામે લોકોને સુરક્ષિત રાખવા માટે રૂ ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવી છે

        ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી-માળીયાની પ્રજાને કોરોના સામે વધુ સુરક્ષિત બનાવવા સતત ચિંતા સેવી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પોતે ઉપવાસ કરીને લોકોને કોરોના સામે સુરક્ષા મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે મોરબીની અનેક સામાજિક સંસ્થાઓ નાના માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે જે પરિવારોનું ગુજરાન ચલાવવા ગરીબ લોકોને આર્થિક સહયોગ આપવા પણ અપીલ કરી છે

જીલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને દાનવીરો જરૂરિયાતમંદ લોકોને આર્થિક યોગદાન અને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી માનવ ધર્મ નિભાવે તેવી હૃદયસ્પર્શી અપીલ કરી છે સાથોસાથ લોકો પણ કોરોનાના સમય દરમિયાન વહીવટી તંત્રને સહકાર આપે અને લોકો સ્વયંભુ લોકડાઉન પ્રક્રિયાને જડબેસલાક અમલી બનાવે તેવી અપીલ પણ ધારાસભ્યએ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat