મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ નવી ઇનિંગની શરૂઆત કરી

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ થોડા દિવસો પૂર્વે રાજીનામું આપી દીધા બાદ ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી હતી જોકે આજે અન્ય ધારાસભ્યો સાથે બ્રિજેશ મેરજા પણ ભાજપમાં વિધિવત જોડાયા છે અને નવી ઇનિંગની શરુઆત કરી છે

        મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે ભાજપમાં પ્રવેશ કરીને તેઓએ એક નવી ઇનિંગની શરૂઆત, મોરબી-માળીયા ને શ્રેષ્ઠ બનાવવા માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ માટે તેમ જણાયું હતું આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતા ખુબ જ ઉત્સાહિત છું. હૂ મારાં તમામ સાથી મિત્રો, કાર્યકર્તાઓ, પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું તેમ પણ જણાવ્યું હતું.

કમલમ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ગોરધનભાઈ ઝડફિયા,રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઇ ગડારા,પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા તથા અન્ય કાર્યકર્તાની હાજરીમા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા મેળવી હતી 

Comments
Loading...
WhatsApp chat