Billboard ad 1150*250

મોરબી : મોહદ્દીષે આઝમ મીશન દ્વારા મહોરમ પર્વની અનોખી ઉજવણી કરાઇ

0 47
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

અનેક દેશોમાં માનવ સમાજની ખીદમત કરવાના ઉમદા હેતુથી કાર્યરત મોહદ્દીષે આઝમ મીશનની મોરબી બ્રાન્ચ દ્વારા આજના તાજીયા પર્વ (મોહરમ) નિમિત્તે તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોહદ્દીષે આઝમ મીશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ સૈયદ સાબિરમીયા બાપુ કાદરી જીલાની ,સેક્રેટરી સલીમભાઈ અજમેરી,મહેબુબભાઈ અજમેરી અને મીશનના આગેવાનો દ્વારા આજના તાજીયા પર્વ દીનને અનોખી રીતે અને સાદગીથી ઉજવતા મોરબી સરકારી હોસ્પિટલનાં દર્દીઓ અને શહેરનાં પાંડા પુલ નીચે રહેતાં ઝુપડપટ્ટી ના ગરીબ બાળકોને કરબલાના શહિદોની યાદીમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું…


મોહરમ (તાજીયા) પર્વ નિમિત્તે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ દર્દીઓ અને શહેરનાં પાંડા પુલ નીચે આવેલ ઝુપડપટ્ટી ખાતે પહોંચી ત્યાં પણ ગરીબ બાળકોને ફ્રુટનુ વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ઉજાગર કરાયો હતો‌. આ સેવાયજ્ઞમાં મોહદ્દીષે આઝમ મીશનના સહયોગી આગેવાનો પૈકીના પ્રમુખ મૌલાના સૈયદ સાબિરમીયા બાપુ કાદરી જીલાની , ઉપપ્રમુખ સૈયદ નિઝામુદ્દીનમીયા બાપુ કાદરી , જનરલ સેક્રેટરી સલીમભાઈ અજમેરી ,મહેબુબભાઈ અજમેરી , સહિતના આગેવાનો જોડાયા હતા…

Comments
Loading...
Share This
WhatsApp chat