Billboard ad 1150*250

મોરબીમાં સાંસદ અને ભાજપ પરિવારના રક્તદાન કેમ્પમાં ૨૫૧ બોટલ એકત્ર

0 106
Post ad 1

        મોરબીમાં સાંસદ દ્વારા ત્રણ માસ સુધી ઉકાળા કેન્દ્ર કાર્યરત રાખવામાં આવ્યા બાદ આજે ભાજપ પરિવારના સહયોગથી સાંસદના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૨૫૧ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું

        મોરબીમાં શિયાળાની ઋતુમાં લોકોનું આરોગ્ય જળવાય રહે તેવા હેતુથી ભાજપ પરિવાર અને સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ઉકાળા વિતરણ કેન્દ્ર કાર્યરત હતું અને ત્રણ માસ સુધી પ્રતિ દિન અંદાજે ૧૦૦૦ જેટલા લોકોએ આ ઉકાળા કેન્દ્રનો લાભ લીધો હતો જે ઉકાળા કેન્દ્રની પુર્ણાહુતી પ્રસંગે આજે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરની બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫૧ યુવાનોએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

        રક્તદાન કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા, ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, આપાભાઈ કુંભારવાડિયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat