Billboard ad 1150*250

મોરબી પાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ, ભાજપે કરી પાલિકાને તાળાબંધી

0 151
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોય અને કોંગ્રેસના શાસકો પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે આજે વિપક્ષ ભાજપે હલ્લાબોલ કરીને પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી

Post ad 2
Post ad 3

        મોરબી નગરપાલિકામાં શાસક પક્ષ કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા, ગટર, સફાઈ અને પાણી જેવા પ્રશ્નોનો ઉકેલ લાવી સકી ના હોય અને પ્રજાહિતમાં આજે ભાજપ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ નગરપાલિકામાં ભાજપના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વિપક્ષ ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે પાલિકા કચેરી પહોંચ્યા હતા

        કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે પાલિકા કચેરીમાં પ્રવેશ મામલે પોલીસ સાથે ભાજપ કાર્યકરોના ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને ભાજપ દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવામાં આવી હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat