Billboard ad 1150*250

પ્રજાહિત માટે મોરબી નગરપાલિકાના સદસ્યો રાજીનામાં આપે : આપની માંગ

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આમ આદમી પાર્ટીએ પાલિકાના સદસ્યો સમક્ષ કરી માંગ

Post ad 3

        મોરબી નગરપાલિકામાં હાલ ૫૨ સદસ્યો છે અને નગરપાલિકા નાગરિકોને સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે નગરપાલિકાના તમામ ૫૨ સદસ્યો રાજીનામાં આપે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે

        આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસર મારફત તમામ ૫૨ સદસ્યને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા સદસ્યોને ચાર વર્ષ પૂર્ણ થવામાં આવશે ત્યારે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તમામ સદસ્યો નિષ્ફળ નીવડ્યા છે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીનો નિકાલ તેમજ રખડતા ઢોરના પ્રશ્નો જેવી અનેક સમસ્યાઓ છે જેથી શહેરની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે નાગરિકો રજૂઆત કરી થાકી ગયા છતાં લોકોના કામો થતા નથી જેથી પ્રજા પ્રતિનિધિની મોરબીની જનતાને જરૂર નથી મોરબીની સમસ્યા ઉકેલવા એકપણ સદસ્યની ઈચ્છા શક્તિ નથી જણાઈ રહી

જેથી પ્રજાહિત માટે તમામ સદસ્યો મોરબી નગરપાલિકા સદસ્ય પદેથી રાજીનામું આપી પ્રજાહિતની વાતો કરવાની જગ્યાએ ફક્ત પાર્ટી દ્વારા સૂચવવામાં આવતી રાજનીતિમાં સમય આપો. તેમજ આમ આદમી પાર્ટીની સમિતિને મોરબી પાલિકાની કમાન સોપી જુઓ બાકી બચેલા ૧૨ થી ૧૫ માસમાં શહેરને નવી ઓળખ અઆપી દઈ તો આવનારી ચુંટણીમાં આમ આદમી પાર્ટીનો એકપણ સદસ્ય ચુંટણી નહિ લડે તેવી ચેલેન્જ પણ કરી છે તેમ જણાવીને મોરબી પાલિકાનો વહીવટ જીલ્લા કલેકટર અથવા આપની સમિતિને સોપવાની માંગ કરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat