Billboard ad 1150*250

મોરબી : સોમવારે નગરપાલિકાને તાળાબંધી કરાશે, ભાજપની બેઠકમાં લેવાયો નિર્ણય…

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રખડતા ઢોર, રોડ રસ્તા અને ગંદકી

Post ad 3

મામલે પાલિકાને તાળાબંધીની ચીમકી

        મોરબી નગરપાલિકા તંત્ર નાગરિકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને નીમ્ભર પાલિકા તંત્ર નાગરિકોને દાદ આપતું ના હોય, ટોળાએ અનેક વખત પાલિકાએ રજૂઆત કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા ના હોય જેથી શહેરના વિવિધ પ્રશ્ને આજે ભાજપ દ્વારા પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે 

        મોરબીના પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમાં મોરબી શહેરના રોડ રસ્તા, ગંદકી, ગટર અને રખડતા ઢોર સહિતના પ્રશ્ને પ્રજા ત્રાહિમામ પોકારી ચુકી હોય અને પાલિકા તંત્ર નાગરિકોનો અવાજ સાંભળતી ના હોય જેથી બેઠકમાં સોમવાર નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે સોમવારે ભાજપના કાર્યકરો રેલી સરઘસ સ્વરૂપે પાલિકા કચેરી પહોંચશે અને પાલિકાને તાળાબંધી કરાશે જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ પણ જોડાશે અને પાલિકાને તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

Comments
Loading...
Share This
WhatsApp chat