Billboard ad 1150*250

મોરબી : ચુંટણી આચારસંહિતાને કારણે નગરપાલિકાનું બજેટ બોર્ડ મોકૂફ

0 66
Above Post Content


ચુંટણી અધિકારીએ મંજુરી આપવા કર્યો ઇનકાર

Middle Post Content

         લોકસભા ચુંટણીના પડઘમ વાગી ગયા છે અને ચુંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા  લાગુ પાડી ગઈ છે તો મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ બાકી હોય જે તા. ૧૪ ના રોજ યોજાનાર હતું પરંતુ આચારસંહિતાને પગલે પાલિકાની સાધારણ સભા નહિ મળી સાકે અને બજેટ રજુ થઇ શકશે નહિ

        મોરબી નગરપાલિકાની ગત સાધારણ સભામાં કમિટીની રચના કરવામાં આવી હતી જોકે આગામી વર્ષનું બજેટ રજુ કરવાનું બાકી હોય જેના માટે તા. ૧૪ ના રોજ પાલિકાની સાધારણ સભા બોલાવી હતી જે અંગેના એજન્ડા સદસ્યોને પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ સપ્તાહ પૂર્વે નક્કી કરેલ સાધારણ સભા તા. ૧૪ ના રોજ મળે તે પૂર્વે જ લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને આચારસંહિતા અમલી બની હોય જેથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જીલ્લા ચુંટણી અધિકારીને પત્ર લખીને સાધારણ સભામાં બજેટ રજુ કરવા માટેની મંજુરી માંગી હતી જોકે આચારસંહિતા અમલી હોવાને પગલે બેઠક યોજવા મંજુરી આપી સકાય નહિ તેમ ચુંટણી અધિકારીએ જણાવી બેઠક યોજવા મંજુરી આપવા ઇનકાર કર્યો છે

        ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીની જાહેરાત સામાન્ય રીતે માર્ચના મધ્ય સુધીમાં થઇ જતી હોય છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા બજેટ બોર્ડ તકેદારી રાખી અગાઉ ના બોલાવી બેદરકારી દાખવી છે તેવી પણ ચર્ચા થઇ રહી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat