Billboard ad 1150*250

મોરબી-માળીયામાં પીવાના પાણીના પ્રશ્ને બ્રિજેશ મીરજાએ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી

0 46
Above Post Content

અમુક વિસ્તારમાં 10-10 દિવસથી પાણીના ધાંધિયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી: માળીયા વિસ્તારમાં ચાલુ વર્ષે પીવાના પાણીની ભારે સમસ્યા છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેથી પાણી ના મુદ્દે MLA બ્રિજેશ મીરજાએ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. મહત્વનું છે કે અમુક વિસ્તારમાં તો 10-10 દિવસ સુધી પાણી નથી મળતું.

Middle Post Content

મોરબી માળિયા તાલુકામાં હાલ પાણી પુરવઠા બોર્ડનું જ એક સબ ડિવિઝન છે. તે ઉપરાંત વધારાનું નવું સબ ડિવિઝન તાકીદે મંજૂર કરવું જોઈએ. જેથી મોરબી-માળિયાના પીવાના પાણીના પ્રશ્નો કરવાની કામગીરી તંત્ર દ્વારા સમયસર હાથ ધરી શકાય. મોરબી માળીયા જૂથ યોજના કે જે વર્ષો જુની છે. તેની પાઇપલાઇન અવારનવાર લીકેજ થાય છે. પરિણામે પાણીનો વેડફાટ થાય છે.

પાણીની પાઇપ લાઇન બદલવાની, પીપળીયા ચાર રસ્તા ખાતેના પીવાના પાણી પુરવઠાના ઓવરહેડ ટેન્ક નવેસરથી બાંધવા, ગાળા ખાતેના ઓવરહેડ ટેન્કના જર્જરિત ટાંકાની જગ્યાને નવો ઓવરહેડ બાંધવા, ખાખરેચી ગામે પાણી પુરવઠાના જે સંપનો સ્લેબ તૂટી ગયેલ છે તે નવેસરથી બાંધવા, મોરબી શહેરને પીવાનું પાણી સમયસર અને પૂરતું ઉપલબ્ધ થાય તે માટે હૈયાત પાણી પુરવઠાના સ્ત્રોતો વધુ સઘન બનાવવા તેમજ પાણી પુરવઠાના જે નવા પ્રોજેક્ટની કામગીરી ગોકળ ગતિએ ચાલે છે તેને વેગવંતી બનાવીને સમયસર આ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને લોકોની આ પ્રોજેક્ટ મારફત આગામી ચોમાસા પહેલા જ પીવાનું પાણી મળતું થાય તેના અમલીકરણ માટે લોકો માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત માળિયા નગરપાલિકાના ભૂગર્ભગટરના કામમાં થયેલ વિલંબ નિવારવા પણ તાકીદ કરવામાં આવી છે.

આમ મોરબી શહેર, મોરબી ગ્રામ્ય વિસ્તાર તેમજ માળીયા શહેર અને માળીયા ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના પાણીની હાડમારી નિવારવા ટોચ અગ્રતા આપવી ખૂબ જરુરી છે. નવલખી પાસેના જુમાવાડી વિસ્તારમાં કાયમી પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે, તદુપરાંત જ્યાં પણ હાલ કાયમી પીવાના પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ નથી. ત્યાં વિકલ્પે ટેન્કરની સુવિધા વધુ સઘન બનાવવામાં પણ આવે તેવી માંગ કરવામાં આવી છે.

       

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat