મોરબીના શક્તિપ્લોટમાં વગર વરસાદે પાણીના તલાવડા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના શક્તિપ્લોટ વિસ્તારમાં વગર વરસાદે પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે મોરબીના હજુ સુધી સારો કહી સકાય તેવો વરસાદ થયો નથી પરંતુ શક્તિ પ્લોટમાં વરસાદના નહિ પરંતુ ગટરના ગંદા પાણી ઉભરાયા છે

        મોરબીના શક્તિ પ્લોટમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો પ્રશ્ન ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અવારનવાર ગટરના પાણીના તલાવડા જોવા મળે છે તો ગત રાત્રીથી ફરીથી અહી ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે અને રવિવારે સવારે પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી જોકે પાલિકા ટીમ દ્વારા ઉભરાતી ગટરના પ્રશ્ને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સ્થાનીકોમાં રોષ ભભૂકી રહ્યો છે  

Comments
Loading...
WhatsApp chat