Billboard ad 1150*250

મોરબી : દિવ્યાંગ મતદારોને મતદાન મથકે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

0 90
Post ad 1

દિવ્યાંગ મતદાતાઓ મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે અંગે બેઠક યોજાઇ

            એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવ(IAS) આજરોજ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં અને જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે એક બેઠક યોજાવામાં આવી હતી.

Post ad 2

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાના દિવ્યાંગ મતદાતાઓને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવએ દિવ્યાંગ મતદારો તથા એન.જી.ઓના પ્રતિનિધિઓ અને નોડલ ઓફિસરો સાથે વાર્તાલાપ કરી તેમને મતદાનનું મહત્વ સમજાવી, લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો વધુને વધુ સો ટકા મતદાન કરે તેવી અપીલ કરી હતી.જિલ્લા ચુંટણીતંત્રની દિવ્યાંગ મતદાર જાગૃતિ પ્રવૃતિ પરત્વે સંતોષ વ્યકત કરી પોતાના કિંમતી સુચનો કર્યા હતાં.

        આ બેઠકમાં શરૂઆતામાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એન.એસ.ગઢવી તરફથી પ્રેઝન્ટેશનના માધ્યમથી એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવને અને ઉપસ્થિત નોડલ ઓફીસર અને એન.જી.ઓ.ના પ્રતિનિધિ તથા દિવ્યાંગ મતદાતાઓને માહિતીગાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પુરૂષ-૧૩૦૧ અને સ્ત્રી-૭૮૯ મળી કુલ-૨૦૯૦ મતદારો છે. તેમજ મોરબી જિલ્લાના ૫૨ બુથ ઉપર વ્હીલચેર તથા ૧૭૦ સહાયકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહિલ, તથા નોડલ ઓફીસર, દિવ્યાંગ મતદારો, અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat