Billboard ad 1150*250

મોરબી : રાજ્ય સરકારે ખેડૂતો માટે ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કર્યું, ભાજપ પ્રમુખે અભિનંદન પાઠવ્યા

0 167
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ભાજપ પ્રમુખે રાજ્ય સરકાર, કૃષિ મંત્રીનો આભાર માન્યો

Post ad 2
Post ad 3

        રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકશાની વળતર માટે રાજ્ય સરકારે માતબર રાહત પેકેજ મંજુર કર્યું છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે સરકારના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે

        રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચનાથી કૃષિ મંત્રી આર સી ફળદુ, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની આગેવાનીમાં મોરબી જીલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનીની રજૂઆત કરી હતી તેમજ અન્ય જીલ્લાના આગેવાનોએ પણ નુકશાનીનો ચિતાર સરકાર સમક્ષ મુક્યો હતો

જેથી સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલ નુકશાનીને ધ્યાને લઈને કુલ રૂ ૩૭૯૫ કરોડનું માતબર રાહત પેકેજ મંજુર કર્યું છે ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈને આજ સુધી ખેડૂતો માટે રાજ્ય સરકારે આવડી મોટી આર્થિક સહાય ક્યારેય આપી ના હોય તેમજ રાજ્યના બધા જ તાલુકાના બધા જ ખેડૂત ખાતેદારોને આર્થિક સહાયનું પ્રથમ પેકેજ છે.

        આ સરાહનિય માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કરવા બદલ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયા, મોરબી જીલ્લા મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ, પુર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ હોદેદારો તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા રાજય સરકારની ખેડૂતહિત માટેની અતિ મહત્વની જાહેરાત, સંવેદનશીલ નિર્ણયને આવકારીને, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat