મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા નો આજે જન્મદિવસ

0 30
Above Post Content

Middle Post Content

        મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા અરવિંદભાઈ વાંસદડીયાનો આજે જન્મદિવસ છે યુવાન વયે ઉદ્યોગપતિ તરીકે સફળતા પ્રાપ્ત કરનાર અરવિંદભાઈ ભાજપમાં વિવિધ જવાબદારી નિભાવીને આજે તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારીનું વહન કરી રહ્યા છે

        મોરબીના લાલપર ગામેં તા. ૦૭-૧૨-૧૯૭૬ ના રોજ જન્મેલા અરવિંદભાઈ વાસદડીયા
આજે જીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરીને ૪૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અભ્યાસ બાદ ખેતી અને પ્રોવિઝન સ્ટોરથી કારકિર્દી શરુ કરી હતી અને તેમને એલ.આઇ.સી એજન્ટ તરીકે પણ સતત સંઘર્ષ કરીને ૨૦૧૧ થી કોસા અને નાઈસ સિરામિક ગ્રુપ સાથે જોડાયા છે અને સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમને નામના પ્રાપ્ત કરી છે તો રાજકીય ક્ષેત્રે વર્ષ 2007-2012 તે સમયના રાજકોટ જીલ્લામા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા લાલપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉત્કૃષ્ટ સેવા અનેકવિધ યોજનાઓનો ગ્રામ લેવલે અસરકારક અમલ કરાવી શહેરી સુવિધા ગામડામા લાવવા મહત્વપુર્ણ ભૂમિકા ભજવી છે તો ભારતીય જનતા પાર્ટી (સંગઠન)મા બે ટર્મ મોરબી તાલુકા ભાજપ મહામંત્રી અને અત્યારે ત્રણ વર્ષથી મોરબી તાલુકા ભાજપ પ્રમુખની સફળતાપૂર્ણ જવાબદારી નિભાવી રહયા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે ભાજપ પરિવારના સભ્યો, ઉદ્યોગપતિઓ અને તેમનો પરિવાર તેમજ સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં ૯૦૯૯૯ ૧૭૦૦૪ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે  

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat