Billboard ad 1150*250

મોરબી : દુષ્કર્મના આરોપીને કોર્ટ સજા સંભળાવી, ભોગ બનનાર વૃધ્ધાનું તે પહેલા જ મોત…

0 139
Post ad 1

માળિયામાં વૃધ્ધા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને સાત વર્ષની કેદ

      માળિયા પંથકમાં વર્ષ ૨૦૧૬ માં વૃધ્ધા ઘરે એકલા હોય ત્યારે એકલતાનો લાભ લઇ વિકૃત માનસ ધરાવતા ઇસમેં વૃધ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે નરાધમ આરોપીને સાત વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે

        ચકચારી બનાવની મળતી માહિતી મુજબ તા. ૧૪-૧૦-૧૬ ના રોજ માળિયાના રહેવાસી પતિ-પત્ની કામકાજ સબબ બહાર ગયા હતા અને વૃધ્ધા ઘરે એકલા હોય અને આરોપી જયંતી મનજી બારોટ નામનો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને ૭૦ વર્ષીય વૃધ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનનારના પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને માળિયા પોલીસે દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધોં  હતો

Post ad 2

        જે અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આજે ડીસ્ટ્રીકટ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને સજા ફટકારી છે સરકારી વકીલ સંજય દવેએ કરેલી દલીલોને પગલે આરોપીને કોર્ટે દુષ્કર્મના કેસમાં ૭ વર્ષની સજા અને ૭૦૦૦ નો દંડ તેમજ કલમ ૪૫૨ હેઠળ ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ કર્યો છે અને આરોપીને કુલ ૭ વર્ષની સજા તેમજ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી દંડ ના ભરે તો વધુ છ માસની કેદની સજા કરવાનો હુકમ આપ્યો છે

ભોગ બનનાર વૃધ્ધાને ન્યાય મળ્યો તે પૂર્વે જ મોત

        આજે મોરબી કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલ વૃદ્ધાને ન્યાય આપતા દુષ્કર્મની કલમની જોગવાઈ મુજબ નરાધમ આરોપીને સાત વર્ષની કેદની સજા કરી છે જોકે ભોગ બનનાર વૃદ્ધા ચાર્જશીટ ફાઈલ થયા બાદ કેસ ચાલતો હોય દરમિયાન જ મૃત્યુ પામ્યા છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat