Billboard ad 1150*250

મોરબી : યુવાનને પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંક્યા, યુવાનનું સારવારમાં મોત

0 212
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

યુવાનના મોતથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

Post ad 2

        મોરબીના બાપાસીતારામ ચોક પાસે ગીફ્ટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવેલ યુવાનનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે.

        મોરબીના શનાળા રોડ નજીક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્ર અમિતએ આરોપી રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કિશોરભાઈ ભાલોડીયાને બાઈકના કાગળો નવસારી થી મંગાવી દેવાનું કહેતા જે બાબતે બોલાચાલી કરી આરોપી રાહુલ ભાલોડીયા અને કિશોરભાઈ ભાલોડીયાએ અમિતને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી રાહુલ ભાલોડીયાએ તેની પાસે રહેલ છરી વડે તેના પિતરાઈભાઈ અમિતને છાતીના ભાગે તથા પેટના ભાગે ઘા મારી ફેફસાં અને કીડની તેમજ લીવરના ભાગે ગંભીર ઈજા પહોચાડયાની ફરિયાદ નોંધાઈ છે

ગંભીર હાલતમાં અમિત ભાલોડીયાને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર  દરમિયાન તેનું મોત થયું છે અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે હત્યાની કલમો ઉમેરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat