મોરબી : વૃદ્ધનું એસીડ પી લેતા મોત, બાળકનું ડૂબી જતા કરુણ મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના વર્ધમાનનગરના વૃદ્ધ એસીડ પી જતા મોત

        મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાનનગરના રહેવાસી પ્રવીણભાઈ લખમણભાઈ અનડકર (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી જતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના બેલા નજીક પાણીના ખાડામાં ડૂબી જતા મોત

        મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એડમીન સિરામિકમાં રહીને મજુરી કરતા પરિવારના બે વર્ષના બાળકનું ડૂબી જતા મોત થયું છે જેમાં મજુર પરિવારનું બાળક સચિન આલમ ભચાવા (ઉ.વ.૦૨) એડમીન કારખાનામાં પાણીના ખાડામાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat