Billboard ad 1150*250

મોરબી : યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો, જાણો વધુ…

0 137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પુરાવાનો નાશ કરવા મૃતદેહ સળગાવી દીધો

Post ad 2

        મોરબીમાં દિનપ્રતિદિન હત્યા, ચોરી મારમારીના બનાવો વધતા જાય છે ત્યારે મોરબીમાં વધુ એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના સર્કીટ હાઉસ પાછળના ભાગે બનતા રહેણાંક મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ કરીને ગળે ટુપો દઈને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો છે આ ધટનાથી મોરબીમાં ચકચાર મચી જવા પામી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

        ગઈકાલે સાંજના સુમારે મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ગંભીર ઘટનાને પગલે ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે ઝુપડાઓમાં તપાસ કરતા તેની માતાએ ઓળખ કરી હતી અને મોરબી ડીવીઝન પોલીસ મથકમાં માતાએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે         

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર ટાવર વાળી શેરીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ વાળા કમલાબેન મેશભાઈ તાજસીંગએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કેપાબેન પંકેશભો મુણીયા ઉ.૨૫) રહે-પાંચપીપળા  મધ્યપ્રદેશ વાળીને આરોપી રવિભાઈ દલવાડીએ કડિયા કામની મજુરી કામે લઇ જવાના બહાને લઇ જઈને ફરિયાદીની દીકરી કેપાબેન સાથે દુષ્કર્મ કરી કોઈ કારણોસર કપડાથી તેને ગળા ટુપો દઈ મોત નીપજાવી લાશની ઓળખ ન થાય તે માટે લાશને સળગાવી નાખી હતી અને મૃતદેહ મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલ રહેણાંકમાંથી મળી આવ્યો હોય તેવી ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ ચાલવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat