Billboard ad 1150*250

મોરબી : એપાર્ટમેન્ટમાં જુગાર રમતા છને એલસીબી ટીમે ઝડપ્યા

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

૫૫,૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરી

        મોરબીમાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ સતત દરોડા કરી રહી છે જેમાં વાઘપરાના સીટી એપાર્ટમેન્ટમાં બાતમીને આધારે દરોડો કરીને એલસીબી ટીમે છ શખ્શોને ઝડપી રોકડ રકમ જપ્ત કરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈ કલોતરા, ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે મોરબી વાઘપરા શેરી નુ ૧૫-૧૭ વચ્ચેના સીટી એપાર્ટમેન્ટમાં આરોપી પરેશ વિજય હુંબલ બહારથી માણસો એકઠા કરી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડતો હોય જે બાતમીને આધારે દરોડો કરીને પરેશ વિજય હુંબલ, કિશોર સુખાભાઈ ડાંગર, નિર્મલ લક્ષ્મણભાઈ લોખીલ, જેઠાભાઈ મેમાભાઇ બકુત્રા, ભારમલભાઈ રાજશીભાઈ ખાંડેખા અને અજય નવીનભાઈ દેવ એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૫,૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat