મોરબી : શ્વાસનળીમાં ફસાયેલ ધાતુનો વાયર સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું

મોરબીના તબીબ ડો. મનિષ સનારીયાએ સફળ ઓપરેશન કર્યું

મોરબી શહેરના બાળ રોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયાએ તાજેતરમાં ૧.૫ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલા ધાતુના વાયરને બહાર કાઢવા સફળ ઓપરેશન કરીને બાળકને નવજીવન આપ્યું છે

બનાવની મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી સિરામીક ફેક્ટરીમા કામ કરતા રીતેષકુમાર સિંગનો ૧.૫ વર્ષ નો પુત્ર શની રમતા રમતા ઘાતુનો ૨.૫ સેમીનો વાયર નો ટુકડો ગળી ગયો હતો જે શ્વાસનળીમા અટવાઈ જતા માસૂમનો જીવ જોખમ મા મુકાયો હતો જેને તાત્કાલીક ધોરણે સ્પર્શ બાળકોની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ શ્વાસનળીમા ફસાયેલ વાયરનો ટુકડો દુર કરી બાળકને સંપૂર્ણ સ્વસ્થ સ્વરૂપમા માતા-પિતાને સોંપ્યુ હતુ

ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને પોતાના વ્હાલસોયા પુત્રને મોતના મુખમાંથી ઉગારી નવજીવન આપનાર ડોક્ટર અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat