Billboard ad 1150*250

મોરબી : શનાળા રોડ પર રિક્ષા આડે આખલો ઉતરતા રિક્ષા પલટી મારી ગઈ

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના શનાળા રોડ પર પુરપાટ ઝડપે જતી રિક્ષા આડો આખલો ઉતરતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર આધેડને ઈજા થઇ હતી જે મામલે રિક્ષા ચાલક વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના શકત શનાળા ગામે શક્તિ પ્લોટમાં રહેતા મનોજભાઈ આણંદજીભાઈ પઢારિયા (ઉ.૪૫) નવા બસ સ્ટેશન થી ઘરે જવા માટે સીએનજી રિક્ષા નંબર ૩૯૫૬ માં બેઠા હોય દરમિયાન રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા પુરપાટ ઝડપે ચલાવી શનાળા રોડ પર સમય ગેટ નજીક પહોચતા રિક્ષા આડો આખલો ઉતરતા રિક્ષા પલટી મારી ગઈ હતી જેમાં સવાર મનોજભાઈને માથાના ભાગે તથા હાથ-પગમાં ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે મામલે મનોજભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

Comments
Loading...
Share This
WhatsApp chat