Billboard ad 1150*250

મોરબી : એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી મહિલાએ કર્યો’તો આપઘાત, ચાર સામે ગુન્હો

0 125
Above Post Content

મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયો

પતિ, સાસુ-સસરા અને નણંદ સામે નોંધાયો ગુન્હો

Middle Post Content

        મોરબીના રવાપર રોડ પરના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ પોલીસમાં પતિ સહિતના ચાર સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ પરના સમર્પણ એપાર્ટમેન્ટના રહેવાસી દિપાલીબેન તુષારભાઈ કોટડીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું જે બનાવ આપઘાતનો હોય અને મૃતક દીપલીબેનના પિતા પ્રવીણ લક્ષ્મીરામ પટેલ રહે જુનાગઢ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં જણાવ્યું છે કે પતિ તુષાર જમણ પટેલ, સાસુ લાભુ પટેલ, સસરા જમન પટેલ રહે જુનાગઢ અને નણંદ હેતલબેન રહે વંથલી વાળાએ દિપાલીને ખોટા બહાના કાઢી ત્રાસ આપ્યો હોય અને મૃતક દીપલીબેને છૂટાછેડા કરવા હોય પરંતુ રૂપિયાની માંગણી કરી છૂટાછેડા ના આપતા હોય અને પરિણીતાન મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સાસરિયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat