Billboard ad 1150*250

મોરબી : લાલપર નજીક યુવાન આપઘાત કરવાનો હતો પણ પોલીસ પહોંચી અને….

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના લાલપર નજીક એક યુવાન આપઘાત કરવાના ઈરાદે નીકળ્યો હોય તેવી માહિતી મળતા તુરંત પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને માનસિક રીતે હતાશ યુવાનને હિમત આપીને આપઘાત કરતા રોકવામાં સફળતા મળી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનબને સ્ટેટ કંટ્રોલ રૂમ તરફથી ૧૦૦ નંબર પર જાણ થઇ હતી કે બ્રિજેશ રમેશ પટોળીયા રહે અમદાવાદ વાળો યુવાન મોરબીના લાલપર નજીક હોટલ ગ્રાન્ડ વર્ધમાન નજીક હોય જે પારિવારિક અંગત કારણોસર આત્મહત્યા કરવા જતો હોય જેને પગલે તાલુકા પીએસસઆઈ એમ વી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસના કિશોરભાઈ સોલગામાં, કિર્તીસિંહ જાડેજા સહિતની ટીમે લાલપર જઈને માનસિક રીતે પડી ભાંગેલ બ્રિજેશભાઈને શોધી કાઢી મદદ પૂરી પાડવા સુચના કરી હતી અને બ્રિજેશભાઈને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેના લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયેલ હોય અને પત્ની છૂટાછેડા બાદ અલગ અલગ રીતે પોતાના પરિવારને તથા પોતાને હેરાન કરતી હોવાથી માનસિક રીતે હારી ગયેલ હોવાનું જણાવ્યું હતું

જે વ્યક્તિને હિંમત પૂરી પાડી માનસિક મજબુત કરી આત્મહત્યા જેવું પગલું ના ભરે તેવી સમજ કરી પરિવારના પ્રશ્નોના નિરાકરણ લાવવા સમજ પૂરી પાડી હતી અને તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહીથી એક વ્યક્તિનો જીવ બચાવવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat