Billboard ad 1150*250

મોરબી : સર્વોપરી સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા, જુઓ cctv footage..

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના સાદુળકા નજીકની સર્વોપરી સ્કૂલમાં તસ્કરોના ધામા, રોકડની ચોરી

Post ad 3

ત્રણ શખ્શો સીસીટીવી કેમેરામાં કેદ થયા

        મોરબી પંથકમાં તસ્કરોનો તરખાટ બારેમાસ જોવા મળે છે અને ગત રાત્રીના મોરબીના નવા સાદુળકા નજીક આવેલી શાળાને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી છે તો સ્કૂલમાં લાગેલા કેમેરામાં ત્રણ શખ્શો કેદ થયા છે અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું શાળા સંચાલકે જણાવ્યું હતું

        બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીના નવા સાદુળકા પાસે આવેલ સર્વોપરી શાળામાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને શાળામાં લાગેલા કેમેરામાં ત્રણ શખ્શો કેદ થયા છે જે પૈકીના બે શખ્શો ઓફીસ સુધી પહોંચ્યા હતા અને ઓફીસ અંદર ચોરી કરવા આવેલા શખ્શે શર્ટ પહેર્યો ના હોય અને મોઢા પર રૂમાલ બાંધેલો જોવા મળ્યો હતો અને અન્ય શખ્સ ઓફીસ બહાર ચોકીદારી કરી હતી શાળાની ઓફિસમાં ઘુસેલા શખ્શે ટેબલના ખાના ફંફોસીને ૧૦ હજાર જેવી રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી શાળા સંચાલક મયુરભાઈ કવાડિયા પાસેથી પ્રાપ્ત થઇ છે તો બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે બનાવ અંગે મોડી સાંજ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ના હતી

Comments
Loading...
Share This
WhatsApp chat