મોરબી : જનતા કલાસીસની વિદ્યાર્થીની યુનીવર્સીટી ટોપર, જુઓ ઈન્ટરવ્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

      તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે બી.કોમ. સેમ-૪મા મોરબી જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈએ ૭૦૦ માંથી ૬૦૭ ગુણ મેળવી સમગ્ર યુનિવર્સિટીમા પ્રથમ નંબર મેળવી ક્લાસીસ તેમજ સમગ્ર મોરબીનુ ગૌરવ વધાર્યુ છે.

યુનીવર્સીટીમાં ટોપ કરનાર ચંદારાણા દ્રષ્ટિના પિતા સુનીલભાઈ ચંદારાણા (મેહુલ પાપડવાળા) પણ જનતા કલાસીસમાં પ્રવીણભાઈ કક્કડ પાસે અભ્યાસ કરી ચુક્યા છે યુનીવર્સીટીમાં ફર્સ્ટ રેન્ક મેળવવા માટે દ્રષ્ટીએ પધ્ધતિસરની મહેનત કરીને આ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની મહેનત સાથે જ પરિવારનો સપોર્ટ અને કલાસીસના સંચાલક પ્રવીણભાઈ કક્કડ અને નીર્મીતભાઈ કક્કડ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળવાથી આ મુકામ પર પહોંચી હોવાનું જણાવીને સફળતાનો શ્રેય પરિવાર અને તેના શિક્ષકોને આપ્યો છે

જુઓ યુનીવર્સીટી ટોપર વિદ્યાર્થીની, વાલી અને કલાસીસ સંચાલકનું ઈન્ટરવ્યું…  

Comments
Loading...
WhatsApp chat