Billboard ad 1150*250

મોરબી : પ્રિસ્ક્રીપ્શન વિના દવાની ના કહેતા મેડીકલ સ્ટોરમાં તોડફોડ કરી

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ચિત્રકૂટ ચોકમાં આવેલ મેડીકલ સ્ટોરમાં આવેલ શખ્સ પાસે પ્રિસ્કીપ્શન ના હોય જેથી દવા આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા ઇસમેં મેડીકલ સ્ટોરના સંચાલકને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        મોરબીના રવાપર રોડ પર સોમનાથ સોસાયટીના રહેવાસી અને મોરબીના ચિત્રકૂટ ચોકમાં મહેશ્વરી મેડિસીન્સ એન્ડ જનરલ સ્ટોર ચલાવતા જયંતીલાલ મોતીરામ મહેશ્વરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીગ્નેશ પાઠક રહે ચિત્રકૂટ સોસાયટી મોરબી વાળો મેડીકલ દુકાને આવ્યો હતો અને તેની પાસે કોઈપણ જાતની દવાખાનાની ચિઠ્ઠી વગર દવા આપવાનું કહેતા ફરિયાદીએ દવા આપવા ઇનકાર કર્યો હતો જેથી ઉશ્કેરાય ગયેલા આરોપીએ ફરિયાદી તેમજ અન્યને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીની દુકાનના કાઉન્ટરના કાચો તોડી તેમજ મોટરસાયકલને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat