Billboard ad 1150*250

મોરબી : વિરમગામની મહિલા રીક્ષામાં બેગ ભૂલી ગઈ, પછી પોલીસે જે કર્યું…

0 137
Post ad 1

દર્શન માટે આવેલ મહિલા માટે પોલીસ બની મિત્ર

        વિરમગામથી મોરબી દર્શન અર્થે આવેલી મહિલા રીક્ષામાં પોતાનો થેલો ભૂલી ગઈ હોય અને પોલીસનો સંપર્ક કરતા પોલીસે તુરંત મહિલાના થેલાની શોધખોળ આદરી હતી અને ટેકનોલોજીની મદદથી મહિલાનો થેલો શોધી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરી હતી

Post ad 3

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિરમગામના રહેવાસી બિંદુબેન ભુપેન્દ્રભાઈ મહેતા નામના મહિલા મોરબી માતાજીના દર્શન માટે આવ્યા હતા અને દર્શન કરી પરત ફરતી વેળાએ રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન જતી વેળાએ થેલો રીક્ષામાં ભૂલી ગયા હતા જે થેલામાં કપડા ઉપરાંત રોકડ અને મોબાઈલ રહી ગયા હોય જેથી મહિલા મૂંઝવણમાં મુકાઈ હતી અને તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી એ ડીવીઝન પોલીસ ટીમે મોરબી સેફર સીટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરામાં એનાલીસીસ કરતા રીક્ષા નંબર મેળવીને ઈ ગુજ્કોપ દ્વારા રીક્ષા માલિકનું સરનામું મેળવી થેલો પરત મેળવી મૂળ માલિકને પરત સોપ્યો હતો જેથી મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરમગામની મહિલાને મોરબી પોલીસનો સુખદ અનુભવ થયો છે

એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસના નિર્મળસિંહ જાડેજા, કુલદીપભાઈ સોલંકી, કમલેશભાઈ સહિતની ટીમે આ સુંદર કામગીરી કરી હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat