મોરબીના ડાન્સ માસ્ટર ડાન્સ ડ્રીમ વોલ્યુઝ 1 માં કરશે પરફોર્મ, જુઓ વિશેષ ઈન્ટરવ્યું….

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આજના યુવાનોને ડાન્સનું ઘેલું હોય તે કોઈ નવીન વાત રહી નથી અને મોરબી જેવા સેન્ટરમાં પીસ ડાન્સ એકેડેમી ડાન્સિંગ માસ્ટર તૈયાર કરીને વિવિધ સ્પર્ધા માટે તૈયાર કરી રહી છે જેના ફળસ્વરૂપે મોરબીની પીસ ડાન્સ કલાસીસના કોરિયોગ્રાફર સહિતની આખી ટીમ રાજકોટમાં યોજાનાર ડાંસ ડ્રીમ વોલ્યુમ 1 માં સિલેક્ટ થઇ છે અને હવે આ સ્પર્ધામાં મોરબીના ડાન્સરો ધૂમ મચાવશે

        મોરબી પીસ ડાંસ એકેડેમીના કોરિયોગ્રાફર દર્શન પંડ્યા (દર્શ પંડ્યા) મોરબીમાં બાળકોથી લઈને યુવાનોને ડાન્સની તાલીમ આપીને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે દર્શન પંડ્યા તાજેતરમાં India’s dancing idol season 2 માં ભાગ લઇ ચુક્યા છે તેમજ સ્ટાર ઓફ ગુજરાત જેવી અનેક સ્પર્ધામાં પોતાની કલા રજુ કરી ચુક્યા છે તો હવે રાજકોટ ખાતે ડાંસ ડ્રીમ વોલ્યુમ 1 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દર્શન પંડ્યા તેમજ તેની એકેડમીના માધવન નિમાવત, ઓમ પટેલ, આકાંક્ષા ચૌહાણ (સ્કીટ ગર્લ) અને ધવલ ખંડોરીયા સિલેક્ટ થયા છે તે ઉપરાંત મોરબીના અન્ય એક યુવાન મયુર વાઘેલા પણ સ્પર્ધામાં સિલેક્ટ થયા છે જે આગામી માસે પરફોર્મ કરશે અને મોરબીનું ગૌરવ વધારશે

જુઓ મોરબીના ડાંસ માસ્ટરોના વિશેષ ઈન્ટરવ્યું….

Comments
Loading...
WhatsApp chat