Billboard ad 1150*250

મોરબીને મહાનગરપાલિકા મળવાની આશા ધૂંધળી, જાણો કેમ ?

0 167
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પ્રાદેશિક કમિશ્નર કચેરીઓની રચના હોવાથી

Post ad 2

મહાનગરપાલિકા નહિ મળે તેવો જવાબ મળ્યો

Post ad 3

        ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેરમાં પાયાના પ્રશ્નો ખદબદી રહ્યા છે અને પાણી, રોડ રસ્તા જેવા પ્રશ્નો મામલે નાગરિકો પાલિકા કચેરીએ રજૂઆત અને આંદોલન કરવા પડે છે જેને પગલે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે સંસ્થાઓ કાર્યરત છે જોકે મોરબીવાસીઓને ઝટકો આપતા હાલ મહાનગરપાલિકાનો દરજ્જો નહિ મળે તેવો જવાબ મળતા નિરાશા વ્યાપી છે

        મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે વિવિધ સંસ્થાઓ પૈકી મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ ટીમે પણ સિગ્નેચર અભિયાન તેમજ અન્ય આંદોલન થકી જનમત એકત્ર કર્યો હતો અને મોરબીને મહાનગરપાલિકા બનાવવા ઉચ્ચ કક્ષા સુધી રજુઆતો કરી હતી

જેને જવાબમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના સેક્શન અધિકારી નેન્સી મુનશી દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો છે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિને જવાબરૂપે લખેલ પત્રમાં જણાવ્યું છે કે પ્રાદેશિક સ્તરે રાજ્યની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ છ ઝોનમાં વિભાજીત કરીને નવી પ્રાદેશિક કમિશ્નરની કચેરીઓની રચના કરવામાં આવી છે

જે નવા માળખાથી નગરપાલિકાના પ્રશ્નોના નિરાકરણ કરવા અને વહીવટી માળખું સુદ્રઢ કરવામાં સહાયતા મળશે જેથી હાલ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં તબદીલ કરવા અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat