Billboard ad 1150*250

મોરબીના રાષ્ટ્રભક્ત યુવાનોએ શહીદ પરિવારોને રૂબરૂ મળીને આર્થિક મદદ પહોંચાડી…

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ મોરબીના રાષ્ટ્રભક્ત યુવાનોએ શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાના હેતુથી ફંડ એકત્ર કર્યું હતું અને ત્યારબાદ શહીદ પરિવારોને રૂબરૂ મળીને આર્થીક મદદ પહોંચાડી રહ્યા છે જેમાં હાલ રાષ્ટ્રભક્ત યુવાનોનું ગ્રુપ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રવાસે છે

        મોરબીના રાષ્ટ્રભક્ત યુવાન અજયભાઈ લોરિયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ શહીદ પરિવારોને આર્થિક મદદ હાથોહાથ પહોંચાડવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યા બાદ તે સતત ચાલી રહ્યો છે હાલ અજયભાઈ લોરિયા સહિતના યુવાનો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રવાસે નીકળ્યા છે જેમાં તાજેતરમાં મહારાષ્ટ્રના ઝાલના જીલ્લામાં રહેતા પુલવામાં હુમલાના શહીદ જવાન નીતિન શિવાજી રાઠોડના પરિવારને ૧.૫૦ લાખની મદદ પહોંચાડી હતી તે ઉપરાંત મહારાષ્ટ્રના બુલધાના જીલ્લાના મલકપુર ગામે શહીદ જવાન સંજય રાજપૂતના પરિવારને પણ ૧.૫૦ લાખની આર્થિક મદદ પહોંચાડી હતી અને ત્યારબાદ રાષ્ટ્રભક્ત યુવાનોએ મધ્યપ્રદેશ તરફ પોતાનો પ્રવાસ આગળ ધપાવ્યો છે જ્યાં પણ શહીદ પરિવારોને રૂબરૂ મળીને આર્થિક મદદ હાથોહાથ આપવામાં આવશે  

Comments
Loading...
Share This
WhatsApp chat