Billboard ad 1150*250

મોરબીના ઉમિયાસર્કલ નજીકથી વેપારીના કારમાંથી રૂપિયા ૨.૬૦ લાખની ઉઠાંતરી

0 129
Post ad 1

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલી કૈલાશ પાનની પાસે પાર્ક કરેલી કાર પાસે બે શખ્સ આવી પહોંચ્યા હતા. અને કારનો કાચ તોડી પાછળની સીટમાં રૂ ૨.૬૦ લાખ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા  હતા.

Post ad 3

મોરબી શહેરનૉ સતત  ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા ઉમિયા સર્કલ પાસેથી ગઈકાલે મોડી સાંજે એક કારમાંથી રૂપિયા ૨.૬૦  લાખ ભરેલ થેલાની ઉઠાંતરી થયાની ઘટના ઘટતા ભારે ચકચાર મચી ગઈ હતી .

 બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર આવેલા મયુર પાર્ક સોસાયટીમાં રહેતા ભૂમિત જગજીવનભાઈ રૈયાણી નામનો વેપારી યુવાન તેની જી.જે 3 એફ કે ૬000 નંબરની કાર લઈ ઉમિયા સર્કલ પાસે આવેલ કૈલાશ પાન નામની દુકાને ગયા હતા  તે દરમિયાન બાઇકમાં આવેલા બે શખ્સ તેની કારનૉ પીછો કરતા ત્યાં આવી અને કારની પાછલી સીટનાં દરવાજા નૉ કાચ તોડી નાખ્યો હતો અને તેમાં રહેલા ૨.૬૦ લાખ રૂપિયા ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ આર.જે ચૌધરી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે શહેરના તમામ આવવા જવાના રસ્તા પર નાકા બંધી લગાવી દીધી હતી. અને આસપાસના સીસીટીવી કેમેરા આધારે આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે વેપારી યુવકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પણ આ ઘટના  બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat