શહીદ પરિવારોને મોરબી દ્વારા આર્થિક સહાય, પરિવારને હાથોહાથ રકમ પહોંચાડી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના યુવાનોએ શહીદ પરિવાર માટે રકમ એકઠી કરી

મોરબીના યુવાન દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને સહાય આપવા અલગ અલગ સંગઠન પાસેથી લાખોની રકમ એકઠી કરી હતી અને પંજાબના શહીદ પરિવારોને મદદની રકમ હાથોહાથ પહોંચાડવામાં આવી રહી છે

બગથળા સોશ્યલ ગ્રુપનાં પ્રમુખ દિલીપભાઈ સરડવા અને ગીરીશભાઇ ઠોરીયાએ રૂ. 97,600, નકલંક મંદિર બગથળાએ રૂ 10,000, બગથળા ગામ સમસ્ત દ્વારા 18,000, બગથળા વિનય મંદિર સ્કૂલ દ્વારા રૂ. 29,000 તરફથી એકત્ર કરેલી આર્થિક મદદ રૂ. 1,54,600 ઉપરાંત મોરબી કલોક એન્ડ આર્ટિકલ મેન્યુ એસોસિએશન તથા મોરબી ટ્રાન્સપોર્ટર એસોસિએશન તરફથી 5,20,000 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે. તો મોરબી નળિયાં ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રતિભાઇ આદ્રોજા,ચંદ્રકાન્તભાઈ આશર અને ભીખાભાઇ દેત્રોજા તરફથી રૂ 3,00,000નો ફાળો આપવામાં આવ્યો છે. મોરબી કલોક એસોસિએશન તરફથી 3,25,000નો ફાળો આપાવમાં આવ્યો છે. ન્યૂ પટેલ પાન દ્વારા 2 લાખ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે.  આ ફાળો આગામી 14 મે પંજાબ, હિમાચલ પ્રદેશ, છતીશગઢ , મહારાષ્ટ્ર અને યુ.પી. રાજ્યમાં થયેલ શહિદ જવાનોને અનુક્રમે 1.75, 1.50 અને 1.65  લાખ હાથો હાથ તેમના ઘર સુધી જઈને આપવામાં આવશે. આ સાથે જ કોઈને આ સેવાયાત્રામાં જોડાવવુ હોય તો તે સ્વ ખર્ચે જોડાઈ શકે છે.

અનેક પરિવારોને આર્થિક મદદની રકમ પહોંચાડી

મહત્વનું છે કે રૌલી વિસ્તારમાં શહીદ જવાન કુલવિંદર સિંઘના પરિવારને 1.76 લાખની સહાય ચૂકવી હતી. શહીદ જવાન જયમલ સિંઘ (મોગા-પંજાબ ) ને 1.86 લાખ ની સહાય કરવામાં આવી, શહીદ જવાન સુખવિન્દર સિંધ (ધત્તલ -પંજાબ)ને 1.86 લાખ સહાય કરવામાં આવી અને શહીદ કોન્સ્ટેબલ મહિન્દર સિંઘ (દીનાનગર-પંજાબ)ને 1.86 લાખની સહાય કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat