Billboard ad 1150*250

મોરબી જીલ્લાના ૬૫૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

0 78
Post ad 1

લોકસભાની સામાન્ય ચુંટણી માટે આગમી ૨૩ મી તારીખે મતદાન થવાનું છે જો કે, પોલીસ કર્મચારીઓ ચુંટણીની ફરજમાં મતદાનના દિવસે રોકાયેલા રહેતા હોય છે માટે મોરબી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, કોઇપણ ચુંટણીમાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન કરવામાં આવે તે માટે પોલીસ જવાનો મતદાનના દિવસે ખડે પગે ઉભા રહેતા હોય છે જેથી તે દિવસે તેના મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી

Post ad 2

જો કે તેઓ પણ લોકશાહીના પર્વ એટલે કે ચુંટણીમાં મતદાન કરી શકે તે માટે દરેક ચુંટણી વખતે મતદાનના દિવસ પહેલા પોલીસ કર્મચારીઓ તેમજ ચુંટણીની ફરજમાં મુકવામાં આવેલા અન્ય કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરતા હોય છે તેવી જ રીતે આગમી લોકસભાની ચુંટણી માટે મોરબી જીલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડીના ૬૫૦ થી વધુ જવાનો કે જે ૬૫ મોરબી માળિયા, ૬૬ ટંકારા પડધરી અને ૬૭ વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકના મતદાર છે તેમના દ્વારા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેના માટેની વ્યવસ્થા ચુંટણી શાખા દ્વારા કરવામાં આવી હતી તેવું મોરબીના મામલતદાર અનીલ ગોસ્વામી અને મોરબી એ-ડીવીઝનના પીઆઈ આર.જે.ચોધરીએ જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat