રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૦/૨૧(N.C.S.C.) નું ત્રણ દિવસીય સેમીનાર યોજાશે

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર . ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે તા. 1/12/2020 થી 3/12/2020 દરમ્યાન રોજ “રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ -2020/21 નું ત્રિદિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે

N.C.S.C.-2020-21 એટલે કે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2020/21 નું મોરબી જીલ્લા માટે આયોજન કરવા માં આવેલ છે. NCSC કુલ પાંચ જુદા જુદા વિભાગો છે .જેમાં વિષય છે (1)ટકાઉ જીવન માટે ઈકોસીસ્ટમ (2) ટકાઉ જીવન માટે યોગ્ય તકનીક(3) ટકાઉ જીવન માટે સામાજીક ઈનોવેશન(4) ટકાઉ જીવન માટે ડીઝાઈન ,વિકાસ , મોડલિંગ અને આયોજન (5) ટકાઉ જીવન માટે પરંપરાગત જીવન શૈલી. ઉપરોક્ત વિષય માં બાળકો પોતાનાં આસપાસ નાં પર્યાવરણ અને આજુબાજુ ની સમશ્યા ને બારીક અવલોકન, શોધખોજવૃતિ, સર્જનાત્મકતા સાથે નવિનીકરણ સાથે અવલોકન , અનુમાન , લેખન , અખતરા / પ્રયોગ, પૃથ્થકરણ નું આંકલન અને પ્રસ્તુતી , સબંધિત આલેખન કે ચિત્ર સહિત સમશ્યા નાં ઉકેલ માટે ઉપયોગી એવી બધીજ માહીતી બે વિધાર્થીઓ સાથે મળી ને સંશોધનાત્મક પ્રોજેક્ટ રજુ કરવાનો હોય છે. આ N.C.S.C. -2020 /21તા. 1/12/2020 થી 3/12/2020 સુધીભાગ લઈ શકાશે..વધુ માહિતી માટે દિપેન ભટ્ટ 97279 86386 નંબર પર સંપર્ક કરવા માટે યાદીમાં જણવ્યું છે

Comments
Loading...
WhatsApp chat