Billboard ad 1150*250

મોરબી કલેક્ટર કચેરી ખાતે “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી

ચૂંટણી ફરજ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવાયા

0 108

જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મોરબી કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ચૂંટણીની ફરજ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત ઇ-એપિક ડાઉનલોડ સુવિધા પણ નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યચૂંટણી અધિકારી ડૉ. મુરલી ક્રિષ્ણા અને રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદે લોકશાહીમાં મતદારોના મહત્વ અંગે સંવાદ કર્યો હતો.


આ ઉજવણીમાં કલેક્ટર જે.બી. પટેલે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત મતદારોને જણાવ્યુ હતું કે લોકશાહીમાં એક-એક મતની કિમત હોય છે. ત્યારે દરેકે જાગૃત થઈ નિષ્પક્ષ રીતે નિર્ભયતાથી ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભન થી દૂર રહી મતદાન નૈતિકતાના ધોરણે કરવુ જોઈએ. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ મતદારોને પોતાના પવિત્ર મત વેડફ્યા વગર ઉમેદવારોને ચકાસી, ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામનો અભ્યાસ કરી યોગ્ય ઉમેદવારને મતદાન કરવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં વયોવૃદ્ધ મતદારોનું કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણી દરમીયાન સુંદર કામગીરી કરનાર શ્રેષ્ઠ સ્વીપ નોડલ અધિકારી બી.એમ. સોલંકી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી ૬૬-ટંકારા વિધાનસભા મત વિભાગ અને મામલતદારશ્રી પડધરી ભાવનાબેન વીરોજા પડધરી નાયબ માલતદાર (મતદાર યાદી) ૬૬- ટંકારા વિધાનસભા એચ. જે. જાડેજા, બી. એલ.ઓઓનું તેમજ શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળાઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્યારે શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરોને પ્રમાણપત્ર તેમજ રૂ. ૨૦૦૦/- માનદ વેતનના ચેકો મહાનુભાવો દ્વારા અર્પણ કરવામા આવ્યા હતા.


કાર્યક્રમમાં મોરબી મામલતદાર ડી.જે. જાડેજા દ્વારા ઉપસ્થિતોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતામાં સ્વાગત પ્રવચન તેમજ અંતે આભાર દર્શન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર નિખિલ જોષી દ્વારા કરવામાં આવેલ હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat