Billboard ad 1150*250

રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 8 ઓગસ્ટ ની ઉજવણી હળવદ શાળા નંબર -૪ માં કરવામાં આવી

0 40
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી : કુપોષણ ને નાબૂદ કરવા અને બાળકો ના સારા સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો

રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 8 ઓગસ્ટ ની ઉજવણી અનુસંધાને હળવદ તાલુકા માં કૃમિ નિયંત્રક ગોળી આપવાનો શુભારંભ કાર્યક્રમ હળવદ ની શાળા નંબર – ૪ ખાતે થી કરવામાં આવ્યો અને હળવદ તાલુકા ની તમામ આંગડવાળી પ્રાથમિક અને માધ્યમિક શાળા અને કોલેજ ના પ્રથમ વર્ષ સુધી ના બાળકો ને કૃમિ નાશક ગોળી આલબેન્ડેઝોલ આજના દિવસે આપવામાં આવી જેથી બાળકો ના પેટ માં રહેલ કૃમિ નો નાશ થશે અને બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ સારો થશે લોહી ની ટકાવારી પણ સારી થશે અને બાળક તંદુરસ્ત રહેશે આ ગોળી ૧ વર્ષ થી ૧૯ વર્ષ સુધી ના બાળકો ને આપવામાં આવી જેમાં ૧ વર્ષ થી ૨ વર્ષ સુધી ના બાળકો ને અડધી ગોળી અને ૨ થી ૧૯ વર્ષ સુધીના બાળકો ને આખી ગોળી આપવામાં આવી

Post ad 2

આ કાર્યક્રમ માં જિલ્લા ન્યુટ્રિશિયન પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન , તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભાવિનભાઈ ભટ્ટી , ડો હર્ષદભાઈ લોરીયા ( આર.બી.એસ ) , સામાજિક કાર્યકર તપનભાઈ દવે , શાળા ના આચાર્ય રાજુભાઇ પટેલ એ બાળકો ને આ કાર્યક્રમ સંદર્ભે જરૂરી માહિતી પૂરી પાડી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા નંબર – ૪ ના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ અને આરોગ્ય વિભાગ ના સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી


Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat