મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા, આખરે સમિતિઓની રચના કરવાનું મુર્હત પાક્યું !

જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૧૨ ના રોજ યોજાશે

0 28
Above Post Content

મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીઓ પૂર્ણ થયા બાદ સમિતિઓની રચનામાં વિલંબ થયો હતો જોકે આગામી તા. ૧૨ ના રોજ જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે જેમાં સમિતિઓની રચના તેમજ વિવિધ સમિતિના સભ્યોના રાજીનામાં જેવા એજન્ડા મુખ્ય રહેશે

Middle Post Content

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને તા. ૧૨-૧૨-૧૮ ના રોજ સાંજે ૪ કલાકે જીલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના સભાખંડમાં યોજાશે જેમાં ગત તા. ૨૮-૦૯ ની સામાન્ય સભા કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા ઉપરાંત પ્રશ્નોતરી યોજાશે

તો સામાન્ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવશે જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને અપીલ સમિતિ સહિતની સમિતિની ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૪૫ (૧) મુજબ રચના કરવામાં આવશે તે ઉપરાંત ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અને સભ્યપદ તેમજ મહિલા અને વિકાસ સમિતિના અધ્યક્ષ તેમજ સભ્યના રાજીનામાં અંગે નિર્ણય કરવામાં આવશે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat