Billboard ad 1150*250

મોરબીમાં ફાયર સેફટી ઝુંબેશમાં ૧૪૦ આસામીઓને નોટીસ, વી માર્ટ સીલ કરાયું

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વી માર્ટ શો રૂમને સીલ કરાયું

        સુરતના કલાસીસમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મોરબીનું તંત્ર સફાળું જાગ્યું હતું અને ફાયર સેફટી મામલે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૦ થી વધુ આસામીઓને નોટીસ ફટકારી દેવામાં આવી છે તો વી માર્ટ શો રૂમમાં આગની ઘટના બાદ તેને સીલ કરી દેવાયું છે

        મોરબી પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવા માટે ઝુંબેશ શરુ કરવામાં આવી છે જે ઝુંબેશ સતત ચાલી રહી છે અને પાંચ દિવસમાં કુલ ૧૪૦ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે ફાયર વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા ટ્યુશન કલાસીસ, સમર કલાસીસ અને ડાન્સ કલાસીસ સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં ફાયર સેફટી સુવિધા ના હોવાથી નોટીસ ફટકારવામાં આવી છે તો તે ઉપરાંત હોસ્પિટલમાં પણ ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં પણ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન ઉડીને આંખે વળગ્યું છે ત્યારે કોઈની શેહ શરમ રાખ્યા વિના ફાયરની ટીમ દ્વારા ધડાધડ નોટીસો ફટકારવામાં આવી રહી હોય અને અત્યાર સુધીમાં કુલ ૧૪૦ આસામીઓને નોટીસ ફટકારી દીધી છે તો રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં આગ લાગી હતી અને શો રૂમમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ના હોય જેથી સીલ કરી દેવામાં આવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat