Billboard ad 1150*250

મોરબી જિલ્લાના ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉતરવહીના રૂબરૂ અવલોકન જોગ યાદી

0 363
Post ad 1

મોરબી જિલ્લાના માર્ચ–૨૦૨૦ માં યોજાયેલ ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ જે ઉમેદવારોને ઉતરવહીના અવલોકન માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારો એ COVID–19 ની પરીસ્થિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના ચાર ઝોન પાડવામાં આવેલ છે.

જેમાં રાજકોટ ઝોન માટે અવલોકન સ્થળ અને અવલોકનની તા.૦૯/૦૭/ ૨૦૨૦  થી ૧૨/૦૭/૨૦૨૦ છે. અવલોકનનું સ્થળ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ મુ. પો. જામવાડી, ગોંડલ – જેતપુર નેશનલ હાઇવે નં. ૨૭,  તા.ગોંડલ,  જિ.રાજકોટ – ૩૬૦૩૧૧ છે. 

Post ad 3

રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લામાં રાજકોટ રાજકોટ,  જામનગર,  સુરેન્દ્રનગર,  મોરબી, દેવભૂમિ દ્વારકા,  અમરેલી,  ભાવનગર,  બોટાદ,  કચ્છ,  જૂનાગઢ,  પોરબંદર, ગીર સોમનાથ, દીવ પ્રદેશનો સમાવેશ થાય છે. તો ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉતરવહીના રૂબરૂ અવલોકનની રાજકોટ ઝોન ખાતે સબંધિત વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી દ્વારા જણાવેલ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat