Billboard ad 1150*250

મોરબીના રેલ્વે સ્ટેશનમાં જ ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકી વૃદ્ધનો આપઘાત

0 126
Above Post Content

વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી કર્યો આપઘાત

સુસાઈડ નોટમાં બાળકોનો વાંક ના હોવાનો એકરાર

Middle Post Content

        મોરબી પંથકમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે જેમાં આજે મોરબીના રેલ્વે સ્ટેશનમાં ડેમુ ટ્રેન ચાલુ થતા જ વૃદ્ધે ટ્રેન હેઠળ પડતું મુકીં આયખું ટુંકાવ્યું હતું તેમજ સુસાઈડ નોટ પણ મળી આવી છે જે કબજે લઇ પોલીસે વધુ તપાસ ચલાવી છે

        મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકી આજે એક વૃદ્ધે આપઘાત કર્યો હતો અને બનાવ બાદ રેલ્વે પોલીસે આપઘાતની તપાસ ચલાવી હતી જેમાં મૃતક જીવરાજભાઈ વશરામભાઈ ફૂલતરીયા (ઉ.વ.૮૨) રહે ચિત્રકૂટ સોસાયટી, શેરી નં ૦૪ મોરબી વાળા હોવાનું ખુલ્યું હતું તો મૃતક પટેલ વૃદ્ધ પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે જેમાં તે બીમારીથી કંટાળી આપઘાત કરતા હોય અને તેના દીકરાનો કોઈ વાંક ના હોય તેમજ દીકરાના નામ અને નંબર પણ સુસાઈડ નોટમાં મળ્યા હતા તો આપઘાત કરનાર વૃદ્ધે વાંકાનેરની ટીકીટ પણ લીધી હતી જોકે ડેમુ ટ્રેન ચાલુ થતા જ ટ્રેન હેઠળ પડતું મૂકી રેલ્વે સ્ટેશનમાં જ આપઘાત કરી લીધાની માહિતી રેલવેના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat