Billboard ad 1150*250

મોરબીના આલાપ રોડ પર વોકળાના દબાણો મામલે આંદોલનના મંડાણ

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આમ આદમી પાર્ટીએ પાલિકાને આવેદન પાઠવ્યું

Post ad 3

        મોરબીના આલાપ રોડ પરના વરસાદી પાણીના નિકાલના વોકળા પર દબાણો દુર કરવા મામલે અનેક રજુઆતો છતાં કોઈ કાર્યવાહી ના કરાતા હવે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પાઠવીને આગામી તા. ૨૦ થી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

        આમ આદમી પાર્ટી મોરબીના શહેર પ્રમુખ પરેશભાઈ પારિઆ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબી શહેર વજેપર સર્વે નંબરમાં આવેલ આલાપ રોડ પરના પોરાણિક વરસાદી પાણીના નિકાલના વોકળાને રાજકીય ઓથ હેઠળ બુરી દેવામાં આવેલ છે જેથી જળ હોનારત જેવી પરિસ્થિતિ ઉભી થઇ સકે તેમ છે

કારણકે વરસાદી પાણી અને વિસ્તારના ગંદા પાણીના નિકાલ મતે રજવાડા સમયથી ૫૦ ફૂટ પહોળો અને ૭ ફૂટ ઊંડો હોક્ળો આજે રાજકીય ઓથ હેઠળ બીજાના લાભ ખાતર સંપૂર્ણ બિરુ દેવાયો છે જે કાયદાની રીતે ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ ગણાય જેના કારણે ગત ચોમાસામાં રહેવાસીઓના ઘરોમાં ૨ થી ૫ ફૂટ પાણી ભરાયા હતા છતાં મોરબી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

        બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ્સ નાખી ભારત સરકારના કાયદાનો ભંગ કર્યો છે વિસ્તારના મુખ્ય રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણો કર્યા છે જે અંગે આલાપ સોસાયટીના રહીશોએ પાલિકાને અનેક રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરી નથી આગામી ચોમાસામાં અહી જળ હોનારત જેવી સ્થિતિ સર્જાય તેમ હોવાથી દબાણો તાત્કાલિક દુર કરવા માંગ કરી છે અન્યથા તા. ૨૦ થી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat