Billboard ad 1150*250

મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

0 114
Above Post Content

હાલમાં ક્રિકેટની સીઝન ચાલી રહી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા સાથે તેના પર સટ્ટો પણ રમતા હોય છે જ્યારે મોરબીના મહેન્દ્રનગર નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો તો અન્ય ને શખ્સોના નામ ખુલતા તેને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Middle Post Content

મોરબી જીલ્લા પોલીસ વડા કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ કાંતિજ્યોતના ગેઇટ પાસે જાહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પર મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા આરોપી ઉત્તમ કાંતિભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૧૭,૫૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ રૂ.૨૨,૫૦૦ સાથે ઝડપી પાડ્યો હતો તો ફિરોઝ મહમદભાઈ મામતી રહે- રૈયા રોડ, રાજકોટ અને માલદે આહીર રહે મોરબી વાળાના નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat