Billboard ad 1150*250

વાંકાનેરના પાંચદ્વારકા ગામની વાડીમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

0 383
Post ad 1

દારૂ, બોલેરો સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ જપ્ત

        વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં વાડીમાં રાખેલ બોલેરો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે ૧૦ લાખથી વધુના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે

         મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે પાંચદ્વારકાની સીમમાં આરોપી દીપક હિંદુભાઈ પાંચિયા રહે વાંકાનેર ગાયત્રી મંદિર મૂળ પાંચદ્વારકા વાળાની વાડીએ રેડ કરતા ખુલ્લી બોલેરો પીકઅપમાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૧૧૦ કીમત રૂ 3,૯૫,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો જેને પગલે પોલીસે ઈંગ્લીશ દારૂ, બોલેરો કાર અને બે મોબાઈલ સહીત કુલ રૂ ૧૦,૪૯,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Post ad 3

        અને રેડ દરમિયાન આરોપી દીપક હિન્દુભાઇ પાંચિયા રહે હાલ વાંકાનેર મૂળ પાંચદ્વારકા વાળો ઝડપાયો છે જયારે આરોપી ધારાભાઇ ઝાલાભાઇ રાતળીયા રહે હાલ વાંકાનેર પેડક સોસાયટી અને ફારૂક રહે થાન સુરેન્દ્રનગર વાળાના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

        આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ પી સી મોલીયા, વશરામભાઈ દેવાયતભાઈ, મનીષભાઈ લલીતભાઈ બારૈયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, અશ્વિનભાઈ મનસુખભાઈ ઝાપડિયા, હરિચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાણી, દર્શિત ગીરીશભાઈ વ્યાસ, જગદીશભાઈ ચીકાભાઈ અને અકીલ હાસમભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી 

Comments
Loading...
Share This
WhatsApp chat